બંધારણ 7&8 ( બંધારણ ના ભાગ અને અનુસૂચિઓ)
બંધારણ-7
વર્તમાન બંધારણમાં મૂળ 22 ભાગ,395 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે. પરંતુ પેટા ભાગ અને પેટા અનુચ્છેદ સહિત 25 ભાગ અને 444 કરતા પણ વધુ અનુચ્છેદ છે.
મુખ્ય 22 ભાગ નીચે મુજબના છે.
1. સંઘ અને તેનું રાજયક્ષેત્ર
2. નાગરિકતા
3. મૂળભૂત અધિકાર
4. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંત
4(A). મૂળભૂત ફરજો
5. સંઘ
6. રાજ્ય
7. 7માં બંધારણીય સુધારા 1956 દ્વારા રદ થયો
8. કેન્દ્રશાસિત પ્રદેશો
9. પંચાયતો
9(A). નગરપાલિકાઓ
9(B). સહકારી સમિતિઓ
10. અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો
11. સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો
12. નાણાંકીય બાબતો, મિલકત, કરારો અને દાવાઓ
13. ભારતના રાજ્યક્ષેત્ર અંદર વેપાર, વાણિજ્ય અને
આંતર વ્યવહાર
14. સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ
14(A). ટ્રીબ્યુનલ
15. ચૂંટણીઓ
16. અમુક વર્ગ સબંધિત ખાસ જોગવાઈ
17. રાજયભાષા
18. કટોકટી અંગે જોગવાઈ
19. પ્રકીણ
20. બંધારણમાં સુધારા કરવા બાબત
21. કામચલાઉ, વચગાળાની અને ખાસ જોગવાઈઓ
22. ટૂંકી સંજ્ઞા,આરંભ,હિન્દીમાં અધિકૃત પાઠ અને
રદ કરવા બાબત
આમ કૂલ 22 ભાગ છે અને પેટા ભાગ સાથે 25 ભાગ છે
કાલ ની પોસ્ટમાં હવે અનુસૂચિઓ નો લખવામાં આવશે તો પોસ્ટ જોતા રહેવા વિનંતી.આગળ આવતી પોસ્ટ માં બધા ભાગ ની સમજ આપવામાં આવશે તો પોસ્ટ જોતા રહો અને આગળ મોકલતા રહો.
. બંધારણ-8
----------------
*અનુસૂચિઓ*
અનુસૂચિ એટલે જેમ અમૂક શબ્દો ને સમજાવા પુસ્તકમાં પાછળ શબ્દોના અર્થો લખવામાં આવે છે એમ બંધારણમાં અનુસૂચિ કહેવાય છે.
બંધારણમાં કુલ 12 અનુસૂચિ છે જે નીચે મુજબની છે
1લી અનુસૂચિ- રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નામની યાદી.
2જી અનુસૂચિ-
(ક). રાષ્ટ્રપતિ અને રાજ્યોના રાજ્યપાલ અંગે જોગવાઈઓ
(ખ). રદ કરવામાં આવી છે.
(ગ). લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ અને રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તથા રાજ્યની વિધાન પરિષદના સભાપતિ અને ઉપસભાપતિ અંગે જોગવાઈ.
(ઘ). સર્વોચ્ચ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશો અંગે જોગવાઈઓ
ઉપર બતવવામાં આવેલ પદોના પગાર અને ભથ્થા નો ઉલ્લેખ.
3 જી અનુસૂચિ. શપથ અથવા પ્રતિજ્ઞાઓના નમૂના.
4 થી અનુસૂચિ. રાજ્યસભા ની બેઠકોની ફાળવણી
5 મી અનુસૂચિ. અનુસૂચિત વિસ્તાર એની અનુસૂચિત જનજાતિ વિસ્તારના વહીવટ અને નિયંત્રણ અંગે જોગવાઈઓ
6 ઠી અનુસૂચિ. આસામ, મેઘાલય,ત્રિપુરા અને મિઝોરમ રાજ્યના આદિજાતિ વિસ્તારના વહીવટની જોગવાઈ.
7મિ અનુસૂચિ.
1. સંઘયાદી- 100 વિષય.
2. રાજ્યયાદી- 61 વિષય
3. સંયુક્તયાદી-52 વિષય.
8મી અનુસૂચિ. માન્ય ભાષાઓ
9મી અનુસૂચિ. અમુક અધિનયમો અને વિનાયમોની કાયદેસરતા
10મી અનુસૂચિ. પક્ષપલટાના કારણે ગેરલાયકાત અંગેની જોગવાઈઓ
11મી અનુસૂચિ. પંચાયતોની શક્તિઓ, અધિકારો અને જવાબદારી,
12મી અનુસૂચિ. નગરપાલિકાની શક્તિઓ, અધિકારો અને જવાબદારીઓ.
*કૌશલ આસોડિયા*