બંધારણ 9&10 ( સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર અને નાગરિકતા)
બંધારણ-9
ભાગ-1 અનુચ્છેદ 1થી4
અનુચ્છેદ-1⃣
*ઇન્ડિયા* કે જે ભારત છે. તે રાજ્યોનો સમુહ નહીં પરંતુ રાજ્યોનો સંઘ હશે.
રાજ્યોની રચના માત્ર વહીવટી સુવિધા માટે કરવામાં આવી છે. કોઈ રાજ્યને સ્વતંત્ર થવાની મજૂરી નથી.
*મતલબ કે ભારત એ વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે.*
*અનુચ્છેદ-2⃣*
સંસદને યોગ્ય લાગે તેમ નવા રાજ્યોને દાખલ કરવા અને તેની સ્થાપના કરવા બાબત ની જોગવાઈઓ.
નવા રાજ્યની સ્થાપના કરવી કે નહીં તે સંસદની વિવેકબુદ્ધિ પર આધારિત છે.
*અનુચ્છેદ-3⃣*
રાજ્યોના નામ સીમા વધારવા બાબતે
રાજ્યોની સીમા અને વિસ્તાર વધારી શકાશે.
રાજ્યોના નામમાં ફેરફાર કરી શકાશે.
*અનુચ્છેદ-4⃣*
અનુચ્છેદ 2 અને 3 મુજબ ફેરફાર થાય તો અનુસૂચિ 1 એટલે રાજ્યોની યાદી અને અનુસૂચિ 4 રાજ્યની રાજ્યસભાની બેઠકોની ફાળવણી માં ફેરફાર થશે.
પરંતુ આ બદલાવને બંધારણીય સુધારો ગણવામાં નહીં આવે.
. બંધારણ-10
*ભાગ-૨ નાગરિકતા* ૫-૧૧
સૌપ્રથમ એ સમજીએ કે નાગરિક એટલે કોણ ?
~ કોઈ વ્યક્તિ દેશના સામાજિક રાજકીય હકો ભોગવતો હોય અને દેશ પ્રત્યેની ફરજો બજાવતો હોય તો તેને દેશનો નાગરિક કહેવાય.
~ભારતમાં એકલ નાગરિકતા સ્વીકારવામાં આવી છે.
#અનુચ્છેદ_5
બંધારણના પ્રારંભની સાથે નાગરિકતા.
જો કોઈ વ્યક્તિ બંધારણના પ્રારંભે ભારતમાં વસવાટ કરે છે અને માતા કે પિતા બે માં થી એક નો જન્મ ભારતમાં થયો હોય તો નાગરિક બની જશે.
#અનુચ્છેદ_6
19 જુલાઈ 1948 પેલા પાકિસ્તાનથી ભારતમાં સ્થળાંતર કરી આવ્યા હોય તથા માતા કે પિતા નો જન્મ અખંડ ભારતમાં થયો હોય તો નાગરિક ગણાશે.
#અનુચ્છેદ_7
ભારતમાં થી પાકિસ્તાનમાં ગયેલ લોકોની નાગરિકતા રદ કરવા બાબતે.
#અનુચ્છેદ_8
ભારતની બહાર રહેતા મૂળ ભારતીય વ્યક્તિઓની નાગરિકતા અંગેની જોગવાઈઓ.
#અનુચ્છેદ_9
ભારતનો નાગરિક બીજા દેશનું નગરીકત્વ સ્વીકારેતો તે ભારતનો નાગરિક રહેશે નહીં.
#અનુચ્છેદ_10
નાગરિકતાના તમામ હકો સંસદે બનાવેલા કાયદાને આધીન હશે.
#અનુચ્છેદ_11
નાગરિકતાના સ્વીકાર અને ત્યાગની બાબતમાં કાયદા અંગે સંસદને સત્તા રહેશે.
*કૌશલ આસોડિયા*