ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબને વાર્ષિક નિર્વાણ દિવસે નમન...

ઈતિહાસ મા આજનો દિવસ..
નિષ્ઠાવાન અને પ્રતિબદ્ધ આંબેડકરવાદી અણનમ યોધ્ધા, કર્મશીલ આગેવાન અને લેખક એટલે

ડૉ. રમેશચંદ્ર શીવરામભાઈ પરમાર સાહેબ. 

એમનો જન્મ તા. ૨૧/૧૧/૧૯૩૫ ના રોજ ગામ-વેડા તા. કલોલ જી. ગાંધીનગર મા થયો હતો..
એમનુ મૂળ વતન ગામ - વસાઈ (ડાભલા) તા. વિજાપુર, જી. મહેસાણા..

પિતાશ્રી. શીવરામભાઈ મોતીભાઈ પરમાર અમદાવાદ ની લાલ મિલ/વિવેકાનંદ મિલ મા હેડજોબર હતા.
માતૃ શ્રી.જીવીબેન શીવરામભાઈ પરમાર માસ્ડન મિલ રખિયાલ, ગુજરાત હોઝીયરી મિલમાં 55 વર્ષ નોકરી કરી..

બાબાસાહેબ ડૉ. ભીમરાવ રામજી આંબેડકરની વિચારધારા ઘેર ઘેર પહોંચાડવાની તમન્ના સાથે નિકળેલ મરજીવા એટલે ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ .
ભૌતિક જીવન ની વાસ્તવિક આવશ્યકતા ના અભાવોની પરવા કર્યા વિના સતત
એસ.સી /એસ.ટી ના અધિકારો અને માનવ ગરિમા માટે સંઘર્ષ કરી પોતાના જીવનના અમૂલ્ય વર્ષો ગરીબ અને ઉત્પીડીત સમાજના ઉત્થાન અને અધિકારો માટે ખર્ચી નાંખ્યા..
કેટલાય પુસ્તકો 📚 ✍️ લખ્યા.
કેટલાક પુરસ્કારથી સંન્માનીત થયા.
એટલે સ્વાભાવિક રીતે એસ.સી/એસ.ટી સમાજના એમને સમર્પિત વ્યક્તિ તરીકે નવાજે અને સન્માન કરે છે..

તા. ૧૫/૦૯/૨૦૧૬ ના રોજ
ડૉ. રમેશ ચંદ્ર પરમાર સાહેબ નુ નિર્વાણ થયું હતું..

આજે એમની પાંચમી વાર્ષિક નિર્વાણ તિથી એ એમને સાદર નમન, ભાવભીની શ્રદ્ધાંજલિ..
💐 💐 💐 💐 💐

ડૉ. રમેશચંદ્ર પરમાર સાહેબ અમર રહો.

ઓમ મણિ પદ્મે હું. 🙏 💐




આજથી 6 વર્ષ પહેલા રાત્રે 11 વાગ્યા નો મારો અને દાદા નો આ છેલ્લો ફોટો 

બપોરે 3 વાગે હું રાબેતા મુજબ મનહરનગર  રાજપુર ગોમતીપુર મારા ઘરે પહોંચ્યો દાદા ની રોજના નિત્યક્રમ મુજબ અમારે બને ને બધાજ કામો પતાવવા માટે અને મિટીંગો માટે નીકળવાનું 
ઘરે પહોંચ્યો ત્યારે આજ જગ્યાએ દાદા સુઇ ગયા હતા અને કાકી માથે ઠંડા પાણીના પોતા મુક્તા હતા  કાકી એ કીધું દાદા ને તાવ આવ્યો છે મને જોઈને થોડી આંખ ખોલી અને કીધું આવો ભાઈ તાવ હતો એટલે મેં એમને ઉઠાડવાનો પ્રયત્ન ના કર્યો ને પાલડી મારુ કામ પતાવીને સાંજે 7 વાગે પાછો આવ્યો થોડા ઉઠીને બેઠા હતા મને જોઈને કહે કે ભાઈ દવાખાને જવું છે ત્યાં સુધી કાકા પણ નોકરી પરથી ઘરે આવી ગયા તાવ બહુ હતો એટલે મેં કીધું કે ઉભારો હું રીક્ષા બોલાવી આવું 

રિક્ષામાં દાદા અને કાકા ને બેસાડીયા અને હું બાઇક લઈને નગરીમિલ ડૉ ભરતભાઈ ના ત્યાં દવા લેવા ગયા ત્યાં તેમનું દવાખાનું બંધ હતું અને દાદા ના મોથી નીકળ્યું કે મર્યા 

ત્યાંથી હું એમને ગજરા કોલોની એક દવાખાને લઈ ગયો અને ત્યાંથી ઘરે લાવ્યો 

તાત્કાલિક પાપા ને બોલાવાની જીદ કરી અને એમને કોલ કરાવીને તાત્કાલિક બોલાવ્યા પછી દાદા ને મળ્યા અને જણાવ્યુ કે સિદ્ધાર્થ ને પણ તાવ આવ્યો છે એ સાંભળતા જ મને 11 વાગે જબરજસ્તી ઘરે મોકલ્યો અને પાપા ને રોક્યા 

અને આખું શરીર દબાવાનું કીધું અને પાપા એ દબાવી આપ્યું  રાત્રે 4 વાગે પાપા ઘરે આવ્યા અને કીધું કે મને પરાણે ઘરે મોકલ્યો અને દાદા સુઈ ગયા છે 

બપોરે 12.30 વાગે મારી પર કોલ આવ્યો અને મારી પત્ની સાથે ખૂબ વાત કરી અને મને કીધું કે તું આવ એટલે ઉના ની પુસ્તક ની  પ્રસ્તાવના લખીને પુસ્તક પૂરું કરીયે મેં કીધું કે આવું છુ ત્યાં તો ભાઈ સાગર અને ભાઈ પ્રદીપ પરમાર નો કોલ આવ્યો 12.45 એ કે ભાઈ જલ્દી આવી જા દાદા ની તબિયત બહુ ખરાબ છે 

મારે પહોંચતા એમને એલજી હોસ્પિટલ લઈ ગયા હતા અને એમને અંતિમ શ્વાસ લઈ લીધો હતો 

આ ફોટો 14/09/2016 ની રાત્રે 11 વાગ્યા નો છે મેં જીદ કરી કે આપડે એક ફોટો પડાવીએ દાદા તો મને કીધું કે તું પાડી લે હું સુઈ જાઉં છું ઉભુ નહીં થવાય 

છેલ્લી સેલ્ફી છેલ્લી યાદો 

અને બીજો ફોટો LG હોસ્પિટલ બપોરે 1.30 નો 15/09/2016

Miss  you DADA

- રાહુલ પરમાર

MOST WATCHED

Sardar Udham Singh Biography in Hindi | जलियांवाला बाग कांड & Revenge Story

Article 32 & 226 in Indian Constitution: मौलिक अधिकारों की रक्षा का संवैधानिक हथियार

Vice President of India (भारत के उपराष्ट्रपति): Election, Powers, Role & Removal Explained in Hindi

Operation Sindoor: कैसे Indian Media ने फैलाया Fake News और World Media ने दिखाया सच | Media Propaganda Exposed

Article 31 of Indian Constitution: Protection Against Right to Property & Legal Insights – भारतीय संविधान का अनुच्छेद 31