"અમદાવાદ: જય ભીમ ચોકથી રામેશ્વર મહાદેવ ચાર રસ્તા સુધીના નવા રોડની પહોળાઈ અને દબાણ અંગે રજૂઆત" - Narendra parmar
"અમદાવાદ: જય ભીમ ચોકથી રામેશ્વર મહાદેવ ચાર રસ્તા સુધીના નવા રોડની પહોળાઈ અને દબાણ અંગે રજૂઆત" - Narendra parmar
નરેન્દ્રભાઈ ડાહ્યાભાઈ પરમાર,
A -38-આસોડિયા સોસાયટી, લીમડા બસ સ્ટેન્ડ, મેઘાણી નગર, અમદાવાદ
1) *પ્રતિશ્રી,*
*કમિશ્નરશ્રી,*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
દાણાપીઠ, સરદાર ભવન,
અમદાવાદ શહેર
2) *પ્રતિશ્રી,*
*મેયરશ્રી,*
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન,
દાણાપીઠ, સરદાર ભવન,
અમદાવાદ શહેર
3) *પ્રતિશ્રી,*
*પોલીસ કમિશ્નરશ્રી*,
પોલીસ કમિશ્નરની કચેરી,
શાહીબાગ, અમદાવાદ શહેર
વિષય:- *જય ભીમ ચોક લીમડા થી રામેશ્વર મહાદેવ ચાર રસ્તા ના બનેલા નવા રોડની પહોળાઈ અને દબાણ અંગે રજૂઆત*
*મે. સાહેબ શ્રી*
ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં હું સામાજિક કાર્યકર્તા નરેન્દ્ર પરમાર દ્વારા અમારા રહેઠાણ વિસ્તારમાં બનેલા રોડ અને રોડની બાજુમાં આવેલા દબાણો તેમજ રોડની પહોળાઈની વિસંગતતા અંગે આપ સાહેબ શ્રી ને નીચે જણાવેલ અગત્યના મુદ્દાઓનું જલ્દીથી નિરાકરણ આવે તે અંગે રજૂઆત કરીએ છીએ
*મુદ્દા નં. (1)* જય ભીમ ચોક લીમડા થી રામેશ્વર મહાદેવના મૈન બ્રોડ નું કામકાજ છેલ્લા બે વર્ષથી ખૂબ જ મંદ ગતિએ ચાલે છે અને હજી સુધી સુખદ અંત આવેલ નથી જય ભીમ ચોક સર્કલ પાસે હાલમાં રોડ નવો બનાવ્યા બાદ ડિવાઇડર બનાવવાનું કામ ચાલે છે જે જોતા સામાન્ય રીતે એરપોર્ટના કોર્ટની પહોળાઈ અને તેની વિરુદ્ધ ની પહોળાઈ અસમાન જણાય છે.
*મુદ્દા નં. (2)* જય ભીમ ચોક લીમડા થી રામેશ્વર જવાના રસ્તામાં ડિવાઇડર બનાવ્યા બાદ રસ્તો ખૂબ જ સાંકડો બની ગયેલ છે અને જે મુજબ યોગ્ય માપ પ્રમાણે દબાણો દૂર કરી રસ્તો બનાવવાનો હોય તેમાં ચોક્કસ જગ્યાએ દબાણો દૂર કરેલ નથી તેમ જ જે જગ્યાએ દબાવો દૂર કર્યા બાદ ફરીથી નવા દબાણો ઓટલા અને વાહન પાર્કિંગ બિનજરૂરી અને કાયમી ધોરણે લોકો કરતા હોવાથી રોડની યોગ્ય પહોળાઈ મળતી નથી.
*મુદ્દા નં. (3)* જય ભીમ ચોક થી રામેશ્વર મહાદેવ તરફ રહેઠાણની ઘણી બધી સોસાયટીઓ આવેલી છે તેમજ મોટાભાગની સોસાયટી વર્ષો જૂની હોવાથી નવા રોડ નું લેવલ ઊંચું રાખેલ હોવાથી ચોમાસામાં દરેક સોસાયટીના રહીશોના રહેઠાણમાં પાણી ભરાશે તેમજ નવા રોડની કેચ પીઠોનું લેવલ સફાઈ અને ઢાંકણાઓ હજુ સુધી યોગ્ય રીતે લગાવેલા નથી આથી સામાન્ય વરસાદમાં પણ રહીશોને ભયંકર મુશ્કિલોનો સામનો કરવો પડે તેમ છે.
*મુદ્દા નં. (4)* કુબેર નગર બંગલા એરીયા થી મેઘાણીનગર સિવિલ વિસ્તારમાં જવાનો ફક્ત આ એક જ મુખ્ય માર્ક્સ છે તેમ જ જય ભીમ ચોક લીમડા થી રામેશ્વર સુધી રસ્તો ખૂબ જ સાંકડો છે આથી 108 ની એમ્બ્યુલન્સ કે આજ કે દુર્ઘટના સમયે આવતી ફાયર સેફટી ના વાહનો આ જગ્યા ઉપરથી સરળતાથી નીકળી શકે તેમ નથી આથી આ માર્ગ પર આવેલા તમામ પ્રકારના કાયમી ધોરણે દબાણો નો નિકાલ થાય તેમ જ ફરીથી કોઈ નવા દબાણો ઊભા ન થાય તે અંગે યોગ્ય પગલા લેવા માટે વિનંતી છે.
*મુદ્દા નં. (5)* સમગ્ર ભાર્ગવ વિસ્તાર ખૂબ જ ગીચ અને રહેઠાણની વસ્તી ધરાવતો વિસ્તાર છે અને અવરજવર માટે ફક્ત આ એક જ મુખ્ય માર્ગ છે તો પાચનના ભાગે આવેલ રેડ લાઈનની સમાંતર અને માર્ગની કાયમી વ્યવસ્થા થાય તે અંગે કાર્યવાહી કરવા માટે વિનંતી.
*મુદ્દા નં. (6)* જય ભીમ ચોક સર્કલ પાસે કુબેર નગર થી આવતા વાહનો ખૂબ ઝડપે આવે છે તેમ જ આ જગ્યા ઉપર ત્રણ રસ્તા પડે છે અંદરની ભાગેથી આવતા વાહનોને વારંવાર અકસ્માતો થાય છે આથી કુબેરનગર બંગલા સુધી આવતા વાહનો માટે અને જયભીમ ચોક પાસે બમ્પ ની વ્યવસ્થા કરવી જોઈએ.
*મુદ્દા નં. (7)* જય ભીમ ચોક લીમડા પર ના વળાંક પર કાયમી રીક્ષા પાર્કિંગ નો બિનજરૂરી જામેલો છે તેના કારણે સ્કૂલે જતા બાળકો વિસ્તારની ગૃહણીઓ તેમજ સિનિયર સિટીઝન નાગરિકોને ખૂબ જ તકલીફ થાય છે આખી આ રીક્ષા પાર્કિંગ અને બિનજરૂરી વાહનોને તાત્કાલિક ધોરણે જય ભીમ ચોક સર્કલ પર દબાણો દૂર થાય અને એસ્ટેટ ખાતા દ્વારા કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માગણી અને લાગણી છે.
*નકલ રવાના*
*(1)* *મ્યુનિસિપલ કમિશનર અમદાવાદ*
*(2)* *ડેપ્યુ એસ્ટેટ ઓફિસર એસ્ટેટ વિભાગ ઉત્તર જોન*
*(3)* *ડેપ્યુટી સીટી ઇજનેર વિભાગ ઉત્તર ઝોન*
*(4)* *માનનીય ધારાસભ્ય શ્રી કુબેરનગર*
*(5)* *માનનીય ધારાસભ્ય શ્રી અસારવા*
*(6)* *માનનીય કાઉન્સિલર શ્રી કુબેરનગર વોર્ડ (4)*
*(7)* *પોલીસ ઇન્સ્પેક્ટર મેઘાણીનગર પોલીસ સ્ટેશન*
_______________
*નરેન્દ્ર પરમાર*
*સામાજિક કાર્યકર*
*(૯૯૨૪૨૭૬૭૬૫)*
Post written and send by - Narendra parmar (૯૯૨૪૨૭૬૭૬૫)